કપાસમાં આવતા રોગ અને તેની નિયંત્રણ પદ્ધતિ (Disease in cotton and its control methods)

 

કપાસ એ આપણા રાજયનો મુખ્ય રોકડીયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે. એટલુ જ નહીં પરંતુ કપાસ માં સંકર જાત શોધવામાં આપણું, રાજય વિશ્વસ્તરે પ્રથમ રહયુ છે. સરકાર માન્ય બીટી જાતો તથા સંકર જાતોનું વાવેતર અને ઉત્પાદન વધતા તેની સાથે જીવાતનો ઉપદ્રવ, પોષક તત્વો તથા પિયતના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા જાય છે. આ બધા પ્રશ્નો માટે કપાસની વૈજ્ઞાનિક ખેતીનો (સંકલીત ખેતી પધ્ધતિ) નો અભિગમ વાપર્યા વગર છૂટકો નથી.


રોગ અને જીવાત નિયંત્રણ:

 

કપાસ માં ઘણા પ્રકારની જીવાત આવે છે. જેમાં પંદરેક જાતની જીવાત કપાસ માં વધુ પ્રમાણમાં અસર કરે છે. આ જવાતો નાં મુખ્ય બે પ્રકાર છે.


૧) ચૂસિયા પ્રકારની જીવાતો:

જેવીકે મોલો-મશી તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી કે જે પાન માંથી રસ ચૂસીને નુકશાન કરે છે. જેથી પાન કોકડાઈ જાય છે. અથવા રતાશ પડતા બરછટ થઈ જાય.

નિયંત્રણ:-

આ જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ વધારે અસરકારક રહે છે, જેથી આવી ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈ.સી. ૧૦ મીમી, ફોસ્ફામીડોન ૫ મીમી, ડાયમેથોએટ ૧૦ મીમી અને મોનોક્રોટોફોસ ૧૨ મીમી પૈકીની કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મેળવીને છાંટવી. લીલી પોપટી (તડતડીયા), થ્રીપ્સ, મોલોમસી અને સફેદ માખીનો ઉપદ્રવ ખૂબજ વધે ત્યારે ઈમીડાકલોપ્રીડ ૫ મીમી અથવા થાયોમીથોકઝામ ૩ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ૩ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચુસીયા અને જીંડવાની ઈયળોના નિયંત્રણ માટે વપરાતી જંતુનાશક દવાઓથી રાતા ચુસીયા નિયંત્રણમાં રહે છે. આમ છતાં આ જીવાતની બંને અવસ્થાઓ સમુહમાં રહેતી હોવાથી તેનો ઉપદ્રવ જણાય તો કેરોસીનવાળા પાણીમાં ખંખેરી નાશ કરવો અથવા કાર્બારીલ ૧૦ %, કવીનાલફોસ ૧.૫ % પૈકી કોઈપણ એક ભુકીરૂપી દવા હેકટરે ૨૦ કીલોગ્રામ પ્રમાણે છાંટવી.

ર) કાપીને કે કાણા પાડીને નુકશાન કરતી જીવાતો

આ જીવતોમાં કાબરી ઈયળ, લીલી ઈયળ, ગુલાબી ઈયળ, અને લશ્કરી ઈયળ મુખ્ય છે. કાબરી અને લીલી ઈયળ કળી, ફુલ કે જીંડવાને કાણાપાડી અંદરનો ભાગ ખાય જાય છે. આથી ફુલ કે જીંડવા ખરી પડે છે. જયારે ગુલાબી ઈયળ કળી કે જીંડવામાં રહીને અંદરનો ભાગ કોરી ખાય છે. જેથી કપાસ સડેલો પીળાશ પડતો થઈ જાય છે. લશ્કરી ઈયળો પાન ઉપર જુથમાં રહી પાનનો લીલો ભાગ કોતરી નાખીને ચારણી જેવું બનાવી દે છે.

નિયંત્રણ:-

કપાસનાં પાકમાં ર૦ છોડદીઠ કાબરી ઈયળ-૨૦ કે લીલી ઈયળ-૧૫ જોવા મળે ત્યારે નીચેનાંમાંની કોઈપણ એક દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત કાર્બારીલ ૧૦ % અથવા કવીનાલફોસ ૧.૫ % કોઈપણ એક ભુકીરૂપે દવા હેકટરે ૨૦ થી ૩૦ કીલોગ્રામ પ્રમાણે છાંટવાથી જીંડવાની ઈયળોનું નિયંત્રણ થાય છે.

 

મીલીબગ અથવા ચીટકોનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં જોવા મળેલ હતો. જેનાં નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી, શેઢાપાળા ચોમાસાની શરૂઆત પહેલા સાફ કરી કચરો બાળી નાખવો.

 

કપાસનાં પાકમાં મીલીબગનો ઉપદ્રવ શરૂ થાય કે તાત્કાલીક જીવાતવાળા છોડનાં ભાગને કે આખા છોડને ઉપાડી જીવાત સાથે બાળીને નાશ કરવો. ખેતરમાં જે જગ્યાએ ઉપદ્રવ જણાય ત્યાં આજુબાજુ ૨૫ થી ૫૦ છોડ ઉપર અને જમીન ઉપર મીથાઈલ પેરાથીયોન ૨ % પાવડરનો છંટકાવ કરવો. જયારે કપાસના પાકમાં બધેજ ઉપદ્રવ શરૂ થાય ત્યારે મીથાઈલ પેરાથીઓન ૧૦ મીલી, કલોરપાયરીફોસ ૨૫ મીલી, કવીનાલફોસ ૨૦ મીલી, ટ્રાયઝોફોસ ૧૫ મીલી, પ્રોફેનોફોસ ૧૫ મીલી વગેરે પૈકી કોઈ એક જંતુનાશક દવા અને ડાયકલોરોવોસ ૭ મીલી.૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જમીન ઉપર અને શેઢાપાળા ઉપર મીથાઈલ પેરાથીયોન ર % અથવા કવીનાલફોસ ૧.૫ % પાવડર હેકટરે ૨૫ થી ૩૦ કિલોગ્રામ પ્રમાણે છાંટવો.


આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આપનો આભાર, વધુ ઉપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.




Post a Comment

0 Comments