સોલાર ફેન્સીંગ યોજના – ૨૦૨૨(Solar fencing Scheme - 2022)

 


સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય ૨૦૨૨:

  • સરકાર શ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટની ખરીદી માટે યોજના સહાય અમલમાં મુકવામાં આવી છે જેમાં દરેક સામાન્ય ખેડૂત લાભ લઇ શકશે અને તેના પાકોનું સપૂર્ણ પણે રક્ષણ કરી શકાશે, જેના વિષેની તમામ માહિતી તમને અહિયાં આપવામાં આવેલ છે તો સપૂર્ણ વિગતને ધ્યાનથી વાચી સમજી અને કઈ રીતે અરજી કરી શકશો. તે નીચે મુજબ માહિતી છે.


સરકારશ્રી ની વેબસાઈટ પર નીચે મુજબ માહિતી આપવામાં આવેલ છે:


  • સોલાર પાવર યુનિટ/કીટની ખરીદી માટે ખાતેદાર ખેડૂતોને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હશે તે મુજબ સહાય આપવામાં આવશે.

  • ખેડૂતોએ પોતાની રીતે બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  • લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
  • તેથી લાભ લેવા ઈચ્છુક ખેડૂત મિત્રો તારીખ: ૧૦-૦૯-૨૦૨૨ થી તારીખ ૦૯-૧૦-૨૦૨૨ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકાશે.

  • સોલાર પાવર યુનિટ અથવા કીટની ખરીદી માટે ૨૦ કરોડ રૂપિયાની જોગવાય રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે

  • આ વર્ષે કુલ ૧૩૦૭૦ ખેડૂત મિત્રોને સહાયનો લાભ આપવાનું આયોજન થયેલ છે.


કાંટાળી ફેન્સીંગ થી નીચે મુજબના લાભો ખેડૂતો માટે શક્ય બનશે.


  • જેમાં ખેડૂતોને ભૂંડ અને રોજ જેવા વન્ય પશુઓ થી થતા પાકના નુકશાનને રક્ષણ આપી શકાશે.
  • રાત્રે રાખોપો કરવાનું તાળી શકાશે.
  • કાંટાળી તારની વાડનું આયુષ્ય લાંબુ હોવાથી વાર્ષિક ખર્ચમાં ઘટાડો કરી શકાશે.
  • દર વર્ષે ફેન્સીંગ તાર બદલવાની માથાકૂટ માંથી મુક્તિ મળશે.

કોને આ યોજનાનો લાભ મળી શકે?

  • જે ખેડૂત મિત્રોએ વાડ બનવવા માટે લાભ નથી લીધો. તે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઇ શકશે.

ઓનલાઈન અરજી ક્યાંથી થાશે?


  • i – ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાશે

 

  • વેબસાઈટપર ફોર્મ ભરવા નીચે ક્લિક કરો

અહિયાં ક્લિક કરો 


  • આ સિવાય ગામના VCE ઓપરેટર દ્વારા પણ ફોર્મ ભરી શકો છો.

અગત્યની તારીખો:

 

ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યારે ચાલુ થાશે:  ૧૦-૦૯-૨૦૨૨

કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે: ૦૯-૧૦-૨૦૨૨

 

આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આપનો આભાર, વધુ ઉપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

0 Comments