ડ્રોનથી ખેતરમાં છંટકાવ યોજના – ૨૦૨૨(Drone Field Spraying Scheme – 2022)


  • કૃષિમાં ક્ષેત્રમાં ડ્રોનની મદદથી થતા ફાયદામાં પૂરતા સ્કોપ રહેલા છે સતત ને સતત ટેકનોલોજીમાં થતા સુધારાથી કૃષિ વિકાસ અને ખેડૂત વિકાસને દિવસેને દિવસે નવા પ્રગતિના સોપાન તરફ આગળ લઇ જઇ શકાશે. ડ્રોનની મદદથી લેવાયેલ ડેટા રેકોર્ડ દ્વારા ખેડૂતો પોતાના પાકનું સપૂર્ણ રીતે પૃથ્થકરણ કરી શકશે અને તેના આધારે પાકની સચોટ અને ચોકસાઈ પૂર્વકની માહિતી સમજીને આગળ વધવા માટેના અનુરૂપ નિર્ણયો લઇ શકવામાં મદદ મળશે. જેનાથી આવનાર ભવિષ્યમાં પાક ઉત્પાદનનું પૃથ્થકરણ અને સુધારણા માટેના સોફ્ટવેર પ્રોગ્રામમાં નજીકના સમયમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. 
  • ખેડૂતો તેમના પાક પર ડ્રોન ઉડાડી શકશે અને જે તે પાકના વિસ્તારની સમસ્યાને અનુરૂપ ઉકેલ મેળવી શકાશે. ડ્રોનમાં કેમરા લગાવીને ખેડૂત તેમના પાકમાં સર્વેક્ષણમાં જતા સમયની બચત કરી શકશે. અને સપૂર્ણ વિસ્તાર માટે એક જ હારે અને એક જ સમયે સર્વેક્ષણ કરવું શક્ય બનશે જેથી જે તે વિસ્તારની ઝડપથી સારવાર કરી શકાશે. આવનાર સમયમાં વિવિધ પ્રકારના ડ્રોનની મદદથી ખેતરમાં દવાના છંટકાવની પદ્ધતિને વધુ ઝડપી અને સરળ બનાવી શકાશે.
  • આધુનિક ડ્રોનની ખરીદી અને જાળવણી ખર્ચ બંને અત્યારે નાના ખેડૂતો માટે તેમજ સામાન્ય ખેડૂતો માટે ખૂબ ખર્ચાળ છે હાલમાં તેથી સરકારશ્રી ની મદદથી નીચે મુજબની યોજનામાં ભાગ લઈને આધુનિક ખેતી તરફ એક ડગલું માંડી શકાય. જેની સપૂર્ણ વિગત નીચે મુજબ છે.

ડ્રોનથી ખેતરમાં છંટકાવ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી ?

  • સરકારશ્રી ના આદેશ મુજબ ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ કરવા માટે જે તે ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
  • જેમાં રાજ્ય સરકારનો આ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સંભવિત લાભાર્થીનો લક્ષ્યાંક ૩૭૨૪૮ જેવો છે તો વેહલી તકે આ યોજનાનો લાભ લઇ શકો છો.

ડ્રોન થી થતા ફાયદા નીચે મુજબ છે:

  • જો વરસાદી વાતાવરણ દરમિયાન ખેતરમાં અંદર જઇ શકાય તેવી પોઝીસન ના હોય ત્યારે દવાનો છંટકાવ શક્ય બને છે
  • પાક ખૂંદાતો નથી અને દવાનો યોગ્ય છંટકાવ શક્ય બને છે
  • ઉ.દા. તરીકે જોયે તો જયારે તુવેરનો પાક ઉભો હોય અને અંદર જઇ શકાય તેવી પોઝીસન ના હોય ત્યારે ઈયળના ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી છંટકાવ ઉપયોગી સાબિત થાય છે.
  • ઓછા સમયની અંદર વધુ વિસ્તારને આવરી લેવું શક્ય બને છે.
  • સમયની બચત થાય છે અને અનુકુળ કાર્યક્ષમતા મેળવી શકાય છે.
  • દવા છંટકાવ કરનાર વ્યક્તિને દવા ચડવી જેવા હેલ્થને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે.
  • પપૈયા જેવા કોઈ પણ પાકોમાં જયારે દવાના છંટકાવ માટે ચોમાસા દરમિયાન અંદર જવું શક્ય નથી ત્યારે તમને ડ્રોનની મેથડ વધારે ઉપયોગી સાબિત થશે.
  • ડ્રોનમાં થતા અવાજથી પક્ષીઓ પણ બીકને લીધે જતા રહે છે.
  • ડ્રોનમાં તેની વીંગની સાઈઝમાં વધારો ઘટાડો કરીને છંટકાવનો વિસ્તાર વધારી ઘટાડી શકાય છે.
  • ડ્રોનથી પાકમાં થતા નુકશાન કે રોગ વિશેની માહિતી માટે સપૂર્ણ ખેતરના વિસ્તારમાં સર્વેક્ષણ કરવું સરળ બની શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ શું જોશે?

  1. આધાર કાર્ડ
  2. બેંક પાસબુક(સેવિંગ બુક)
  3. જમીન ખાતાની વિગત (૭-૧૨ અને ૮ - અ)
  4. રેશન કાર્ડ
  5. ઇ-મેઈલ એડ્રેસ (હોય તો)
  6. મોબાઈલ નંબર


ઓનલાઈન અરજી ક્યાંથી થાશે?

 

  • i – ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાશે

 

  • વેબસાઈટપર ફોર્મ ભરવા નીચે ક્લિક કરો

અહિયાં ક્લિક કરો

https://ikhedut.gujarat.gov.in/

 

  • આ સિવાય ગામના VCE ઓપરેટર દ્વારા પણ ફોર્મ ભરી શકો છો.


અગત્યની તારીખ:

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:  ૨૫-૦૯-૨૦૨૨

    આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આપનો આભાર, વધુ ઉપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Note : Nilpa Tech (Agriculture & Information Portal) you are reading this article, we do not guarantee the accuracy or reliability of any information / content / calculations contained in this article. This information is collected and sent to you through various means. Our intention is only to convey information to you, not to hurt the sentiments of any religion or community.

Post a Comment

0 Comments