વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના (ટ્યુશનસહાય) – ૨૦૨૨(Education Quality Incentive Assistance Scheme for Students (Tuition Assistance) – 2022)

 

  • સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાયના) અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩
  • વર્ષ ૨૦૨૨માં ધો. ૧૦ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) યોજના હાલ અમલમાં છે.
  • આ યોજના હઠળ સહાય આપવા માટે નીચેની શરતોને આધીન ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિનાં ફ્રેશ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ https://esamajikalyan.gujarat.gov.inપર તા. ૧૨/૦૮/ ૨૦૨૨ થી તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે.
  • આ યોજનામાં સહાય મેળવવા માટેની શરતો નીચે મુજબ રેહશે.
  1. માર્ચ-૨૦૨૨માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરીણામ જાહે૨ ક૨વામાં આવેલ છે. જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને ૭૫% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો. ૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ અરજી કરી શકશે.
  2.  ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
  3.  આ યોજનામાં આવક મર્યાદા રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે ચાર લાખ પચાસ હજાર પુરા) રહેશે.
  4. (વિજ્ઞાન પ્રવાહ સિવાય) સામાન્ય પ્રવાહમાં ધોરણ-૧૧માં રૂ. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂા. ૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર
  5.  જેમને ધો. ૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨માં સહાય આપવામાં આવશે.
  6. ૭૫%થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવી નહીં. (પર્સન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં.) જેની ખાસ નોંધ લેવી દરેક અરજદારે.
  7. ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
  • આ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2022 પોસ્ટની મુલાકાત લેવા બદલ આપનો આભાર, વધુ ઉપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

0 Comments